વડગામ ખાતે રહેતા કરમણભાઈ હરિભાઈ ભરવાડ ખોવાયેલ પશુઓને શોધવા વડગામ દરિયા કાંઠે ગયા હતા.સાબરમતી નદીમાં ઉપરવાસનું પાણી,ભરતી અને તરકપૂર ચેકડેમનું પાણીનો પ્રવાહ ઝડપથી ધસી આવતા વડગામ દરિયા કાંઠે ખોવાયેલા પશુઓને શોધવા નીકળેલ માલધારી વૃદ્ધ ફસાઈ ગયા હતા.2 કિ. મી દૂર દરિયાની ભરતીના પાણી વચ્ચે ફસાયેલાં જે પશુપાલકનું sdrf અને સ્થાનિક તંત્ર, સ્થાનિક લોકોની મદદથી રેસ્ક્યુ કરી સલામત રીતે બચાવી લેવાયા છે.મામલતદારે તમામ તંત્રને અભિનંદન પાઠવ્યા હતા.