સમસ્ત આદિવાસી સમાજ ખેરગામ તાલુકા મહામંત્રી કાર્તિક નરેશભાઈ પટેલ દ્વારા ખેરગામ મામલતદારને કરવામાં આવેલી રજૂઆત અનુસાર છેલ્લા કેટલાક સમયથી દેસાઈવાડ પાસે આવેલ ગટરના ઢાંકણામાંથી ગંદકી બહાર ઉભરાઈ હોવાથી આ વિસ્તારમાં લોકોનું જીવવું હરામ થઈ ચૂક્યું છે અને કેટલાક રાઠોડ પરિવારોને હજુ સુધી પાકો રસ્તો મળ્યો નથી એના લીધે ચોમાસામાં લોકોની હાલત ખૂબ જ કફડી બની જતી હોય છે ગટરોનું ગંદુ પાણી ઉભરાવવાના લીધે આસપાસના રહેવાસીઓ દુર્ગંધ થી ત્રાહિમામ પોકારી ઊઠ્યા છે.