ભાવનગર શહેર પોલીસ સ્ટાફ દ્વારા પેટ્રોલિંગ દરમ્યાન અખિલેશ સર્કલ નજીક રૂવા-25 વારીયા મઢુલી પાસે જાહેરમાં તીનપતીનો જુગાર રમતા બે ઇસમોને રંગે હાથ ઝડપી પાડ્યા.પોલીસે નારણભાઈ કમાભાઈ સાટીયા તથા જીતેન્દ્રભાઈ મહેશભાઈ મકવાણા પાસેથી રોકડ રૂપિયા ₹10,180 તથા ગંજીપતાના પાના કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.