ભારતમાં મહિલાઓને ઘરેલુ હિંસા સામે રક્ષણ આપવા માટે ઘરેલુ હિંસા કાયદો, 2005 (Protection of Women from Domestic Violence Act, 2005) અમલમાં છે. આ કાયદા મુજબ,મહિલાને શારીરિક, માનસિક, આર્થિક કે યૌન હિંસા થાય તો તરત જ પોલીસમાં ફરિયાદ કરી શકાય છે.મહિલા પોતાના માટે પ્રોટેક્શન ઓર્ડર, રેસિડન્સ ઓર્ડર અથવા આર્થિક સહાયનો હકદાર બની શકે છે.ઘરેલુ હિંસાના કેસમાં મહિલા હેલ્પલાઇન 181 તથા પોલીસ સ્ટેશનમાં સીધી મદદ માગી શકાય છે.