ગારીયાધાર જેસર તાલુકાના ધારાસભ્ય સુધીરભાઈ વાઘાણી દ્વારા વિધાનસભામાં પ્રશ્ન કરાયો હતો જેમાં જેસર ગારીયાધાર તાલુકામાં કેટલા ગામોમાં સૌની યોજના હેઠળ પાણી આપવામાં આવે છે તે અંગે પ્રશ્ન કરાયો હતો અને સરકાર દ્વારા જવાબ આપવામાં આવ્યો હતો જેમાં ગારીયાધાર ના નવ અને જેસરના ચાર ગામોમાં સૌની યોજના પાણી આપવામાં આવે છે તેવું જણાવ્યું હતું ત્યારે તાલુકા નો પ્રશ્ન વિધાનસભામાં ધારાસભ્ય રજૂ કર્યો હતો