ધાનેરામાં ગત મોડી રાતે પડેલ ભારે વરસાદના કારણે અનાપુરગઢથી રાજોડા તરફનો માર્ગ તૂટી જતા લોકો મુશ્કેલીમાં મુકાયા આજે જ્યારે લોકો સવારથી જ પસાર થવા નીકળ્યા ત્યારે બસ સહિત પશુપાલકો પણ મુશ્કેલીમાં મુકાયા, ત્યારે લોકોએ ફરી માંગ કરી છે રસ્તો રિપેર કરવામાં આવે.