રાજપીપળા નગરપાલિકાના વિરોધ પક્ષના કોંગ્રેસના સભ્યો મોઢા પર આંગળી અને આંખો પર પટ્ટી બાંધીને બેસી રહ્યા છે. રાજપીપળા શહેરમાં અનેક સમસ્યા હોવા છતાં પ્રજાના પ્રશ્નને લઈને રોડ પર કોંગ્રેસના સભ્ય બોલવા તૈયાર જ નથી. આ બાબતે જિલ્લાના કોઈપણ કોંગ્રેસના નેતા કોઈપણ પ્રકારનો વિરોધ પક્ષ ની જવાબદારી સંભાળીને બોલવા રાજી જ નથી આખરે આમ આદમી પાર્ટી નગરના પ્રશ્ન લઈને આવે આગળ આવી છે.