ભરૂચ એલસીબીનો સ્ટાફ અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ મથકના નોકર ચોરીના ગુનામાં સંડોવાયેલ આરોપી ત્રણ રસ્તા સર્કલ સ્થિત શાક માર્કેટ પાસે ફરી રહ્યો છે.જેવી બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી હતી.અને યુપીના ભારપુરા થાનાના ચંદોલી ખાતે રહેતો રામ પ્રસાદ ઉર્ફે બાલક પ્રેમ સાગર પાલને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે.