આજે બપોરે 1:30 વાગ્યાની આસપાસ શહેરના નાના મહુવા સર્કલ પાસે સર્વિસ કરાયેલી કાર બહાર કાઢતા સમયે કાર ચાલકે કાર પરથી કાબુ ગુમાવી દેતા કાર બાજુમાં આવેલ નર્સરીમાં ઘૂસી ગઈ હતી. જેને લઈને નર્સરીના માલિકને ભારે નુકસાન થવા પામ્યું હતું.સદનસીબે કારની એરબેગ સમયસર ખુલી જતા આ દુર્ઘટનામાં જાનહાનિ અટકી હતી.