ભાવનગરના કોળિયાક ખાતે નિષ્કલંક મહાદેવ મંદિરના સાનિધ્યમાં ભાદરવીની અમાસના દિવસે ભવ્ય મેળો ભરાતો હોય છે, જે મેળામાં દર વર્ષની માફક આ વર્ષે પણ રાજ્યકક્ષાના મંત્રી પરષોત્તમભાઈ સોલંકી આવતા શ્રદ્ધાળુઓ માટે પ્રસાર વિતરણ નું આયોજન કર્યું હતું, જેમાં હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓએ પ્રસાદ લીધો હતો. મંત્રી પરષોત્તમ સોલંકીની નાદુરસ તબિયત વચ્ચે પણ તેમને આજે કોળીયા ખાતે મુલાકાત લીધી હતી.