માલપુર તાલુકામાં આવેલો સૌથી મોટો વાત્રક ડેમ છલકાયો છે.ઉપરવાસમાં થયેલા ભારે વરસાદને કારણે ડેમમાં સતત 10,500 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે.ડેમ તેની મહત્તમ સપાટી વટાવી જતા રૂલ લેવલ જાળવવા માટે 10,500 ક્યુસેક પાણી નદીમાં છોડાયું છે.પાણી છોડાતા આગળના ગામોને સતર્કતા સૂચના આપવામાં આવી છે.વાત્રક નદી કાંઠે વસતા ગામલોકોને સાવચેતી રાખવા તથા નદીકાંઠા પાસે ન જવા અપીલ કરાઈ છે.