સોમવારના 5 કલાકે બનેલી ઘટના મુજબ વલસાડના ધરમપુર રોડ ઉપર ડીએસપી સર્કલ પાસે પસાર થઈ રહેલા એક મોટરસાયકલ ચાલકને રીક્ષાના ચાલકે અડફેટે લેતા અકસ્માતની ઘટના બની હતી. અકસ્માતની ઘટનામાં મોટરસાયકલ સવાર રસ્તા ઉપર ભટકાયો હતો. જો કે આ ઘટના દરમિયાન આસપાસના લોકો દોડી આવ્યા હતા. મોટરસાયકલ સવારનો ચમત્કારી બચાવ થયો હતો.