વેરાવળ સિટી પોલીસ સ્ટેશનના પીઆઇ એચ.આર.ગોસ્વામી અને સ્ટાફ દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં ડ્રોન દ્વારા સર્વેલન્સ હાથ ધરાયું હતું.આજરોજ શહેરના મોટા ભાગના ગણેશજીનું વિસર્જન થનાર હોય જેને પગલે શોભાયાત્રાઓ પણ યોજાશે ત્યારે કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસ દ્વારા ડ્રોન સર્વેલન્સ હાથ ધરી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સુનિશ્ચિત કરાઇ હતી.