સાયલા શહેરમાં અનેક રસ્તાઓનું મરામત તેમજ નવિનીકરણ કામ શરૂ કરી લોકોની સુવિધામાં વધારો થાય તેવા સરકાર દ્વારા પ્રયત્નો જોવા મળે છે. પરંતુ કામ કરનાર એજન્સી અને કોન્ટ્રાક્ટરની બેદરકારીને કારણે અનેક વિસ્તારોના નવિનીકરણ કરેલા રસ્તાઓ ઉપર મોટા પ્રમાણમાં પાણીનો ભરાવો જોવા મળે છે. જેના કારણે ગંદકી અને પાણીજન્ય રોગની દહેશત જોવા મળે છે સુદામડા દરવાજા પાસે આવેલ આંખની હોસ્પિટલ સામેનો રસ્તાનો થોડા સમય પહેલા નવિનીકરણ કરવામાં આવ્યું. પરંતુ આ રસ્તામાં પાણી