પલસાણાની સંતોષ મિલમાં બનેલી બ્લાસ્ટ ની ઘટનામાં વધુ બે કામદારો મોતને ભેટીયા છે. રવિવારે મૃતકના પરિજનોએ ઉધના દરવાજા સ્થિત ખાનગી હોસ્પિટલ બહાર હોબાળો મચાવ્યો છે. મહિલા સહિત બે કામદારોના વધુ મોત નીપજતા પરિવારજનોએ ન્યાયની માંગ સાથે ઉચ્ચ વળતર ની પણ માંગ કરી હતી.રસ્તા પર ઉતરી સમગ્ર ટ્રાફિક માથે લીધું હતું. જેના કારણે ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી. બનાવની જાણકારી મળતા સ્થળ પર પહોંચેલી પોલીસે પરિવારજનોને સમજાવી મામલો થાળે પાડ્યો હતો.