શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના વડતાલ વાસી શ્રી લક્ષ્મીનારાયણ દેવની ગાદીના તાબાના આણંદ શહેર મધ્ય આવેલ પ્રસાદીભૂત શ્રી રોકડીયા હનુમાનજી મંદિર તથા સહજાનંદ સ્મૃતિ મંદિરના મહંત પ.પૂ.સદ્ ભક્તવત્સલદાસજી ગુરુ ધ્યાની સ્વામીશ્રીના તથા મંડળના સંતોના માર્ગદર્શન હેઠળ ભાદરવા સુદ-11 જલઝીલણી એકાદશીનો મહોત્સવ ભવ્ય રીતે ઉજવાયો.