ભરૂચ જિલ્લામાં ચોમાસામાં ખરાબ હાલતમાં પહોચેલા માર્ગોના સમારકામની કામગીરી શરૂ કરવામાં આવી છે. વરસાદે વિરામ લેતા માર્ગ અને મકાન વિભાગે ઝડપી ગતિએ પેચવર્ક હાથ ધર્યું છે. સુરતના ઓલપાડના કદરામાંથી હાંસોટ સુધીના માર્ગ પર પેચવર્ક શરૂ કરવામાં આવ્યું છે.24 કી.મી.ના માર્ગ પર પડેલા ખાડા પુરવામાં આવી રહ્યા છે.આ કામગીરી નેશનલ હાઇવે 64ના ભરૂચ ડિવિઝન દ્વારા હાથ ધરાઈ રહી છે.