ગુજરાત રાજ્ય માર્ગ વાહનવ્યવહાર નિગમ દ્વારા સાવરકુંડલા થી ગાંધીનગર સુધી સીધી નવી AC બસ સેવા શરૂ કરવામાં આવી છે. આ સેવા શરૂ થતા મુસાફરોને લાંબી મુસાફરી હવે વધુ આરામદાયક અને સરળ બનશે. ત્યારે લીલીયા ના ધારાસભ્ય મહેશભાઈ દ્વારા પોતાના મત વિસ્તાર સાવરકુંડલા ખાતે આ નવી બસ ને આજે લીલી ઝંડી આપીને પ્રસ્થાન કરાવી હતી.