25 ઓગસ્ટે બપોરે 3 કલાકે પાણશીણા પોલીસ સ્ટેશને થી પ્રાપ્ત થતી વિગતો મુજબ લીંબડી તાલુકાના પરનાળા ગામે રહેણાંક વિસ્તારમાં ઇંગ્લીશ દારૂનો છુટક વેપલો થતો હોવાની બાતમી મળી હતી. પોલીસે દરોડો પાડયો હતો જેમાં મંદિર ચોકમાં આગળ રહેતા પૃથ્વીરાજસિંહ ભરતસિંહ જાડેજા ના રહેણાંક મકાનના વાડામાં ઈંટોના ઢગલામાં તલાશી સફેદ કોથળામાં થી ઇંગ્લીશ દારૂના ચપલા નંગ 9 કિંમત રૂ. 2700 નો મુદામાલ કબજે કરી આરોપી પૃથ્વીરાજસિંહ જાડેજા ની ધરપકડ કરી હતી. વધુ તપાસ હાથ ધરી છે