આજે સવારે 10 વાગે મળતી માહિતી મુજબ ખેરોજની 108 એમ્બ્યુલન્સને કોલ મળ્યો હતો કે તોરણીયા ગામની એક મહિલાને પ્રસુતિની પીડા શરૂ થતા 108 ની ટીમ દ્વારા તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી મહિલાને અંબાજી સિવિલ હોસ્પિટલ લઈ જવા નીકળ્યા હતા તે દરમિયાન રસ્તામાં જ મહિલાને વધુ પીડા થતા 108 ની ટીમ દ્વારા એમ્બ્યુલન્સમાં જ પ્રસુતિ કરાવી હતી. અને બાળકને નવજીવન આપ્યું હતું.