અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ સુરેન્દ્રનગર દ્વારા આપણું વિદ્યાલય આપણું સ્વાભિમાન કાર્યક્રમ યોજાયો.જેમાં જિલ્લામાં બે લાખથી વધુ વિદ્યાર્થીઓ, 700 થી વધુ શાળાઓ અને 5,000 થી વધારે શિક્ષકો સંકલ્પબદ્ધ બન્યા, સુરેન્દ્રનગર જિલ્લા કક્ષાનો કાર્યક્રમ જોરાવરનગર પે સેન્ટર શાળા નંબર- 7મા યોજાયો આ કાર્યક્રમમાં ડાયટના પ્રાચાર્ય સી.ટી ટુડીયા, જિલ્લા પ્રભારી અસવાર દશરથ સિંહ અધ્યક્ષ રણછોડભાઈ કટારીયા, વિમલભાઈ દંગી સહિતના હાજર રહ્યાં હતાં.