કડી તાલુકાના સહિત મહેસાણા જિલ્લામાં 2 દિવસથી વરસાદી વાતાવરણ વચ્ચે આજરોજ એટલે કે 6 સપ્ટેમ્બર અને શનિવારના રોજ દિવસ દરમિયાન કડી પંથકમાં તોફાની વરસાદની શરૂઆત થઈ હતી.દિવસ દરમિયાન વરસેલા વરસાદને કારણે થોળ રોડ ઉપર આવેલ અંડરબ્રિજને નગરપાલિકા દ્વારા બંધ કરવામાં આવ્યો હતો.જેને પગલે કડી પંથકમાં વડવાળા હનુમાનજી મંદિર પાસે આવેલ રેલવે ફાટક પાસે ટ્રાફિક જામ સર્જાયો હતો.તેમજ નીચાણ વાળા વિસ્તારમાં પાણી ભરાયા હતા.જેથી વાહન ચાલકોને ભારે હાલાકી ભોગવવી પડી હતી.પી