અમદાવાદની ઘટના બાદ ભુજમાં અને ગાંધીધામ પણ વિધાર્થીઓ વચ્ચે મારામારીનો બનાવ સામે આવ્યો છે.ગાંધીધામની ડોક્ટર સી.જી હાઇસ્કૂલની બહાર વિદ્યાર્થીઓ વચ્ચે મારામારી થતો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે આ બાબતની મીડિયા દ્વારા સ્કૂલના ઇન્ચાર્જ પ્રિન્સિપલ પાસે પુષ્ટિ કરતા તેઓએ જણાવ્યું કે આ વિડીયો તાજેતરનો નથી અને સ્કૂલના વિદ્યાર્થીઓ આ મારામારીમાં સામેલ નથી છતાં પણ તેઓ દ્વારા એ ડિવિઝન પોલીસ મથકે અસામાજિક તત્વો વિરુદ્ધ યોગ્ય પગલાં લેવા અરજી કરાઈ છે.