વડોદરા મહાનગર પાલિકા ના વોર્ડ 1 માં પાણી પુરવઠા વિભાગમાં કામ કરતા ડેપ્યુટી એન્જિનિયર યોગેશ વસાવા ની એક અઠવાડિયા પહેલા રોડ પ્રોજેક્ટમાં બદલી થઈ હતી યોગેશ વસાવાને વોર્ડ1 માં જ નોકરી કરવી હતી.તેથી તેને વાલ ઓપરેટર અને જેસીબી ઓપરેટર ને મોકલી ને નવાયાર્ડ વિસ્તારમાં 12 એમએમ ની પાણી ની લાઇન નો વાલ બંધ કરાવી દીધો હતો.જેના કારણે 30 હજાર લોકો ને પીવાનું પાણી નહોતું મળી શક્યું,લોકોની બૂમો ઊઠતા તપાસ કરવામાં આવી તો આ વાલ યોગેશ વસાવાએ બંધ કરવા સૂચના આપી હતી.