અમદાવાદની શાળામાં બનેલી વિદ્યાર્થીની હત્યાની ઘટનાને પગલે નવસારી શહેરની શાળાઓમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યો છે. શહેરની જાણીતી એબી સ્કૂલ સહિત અનેક શાળાઓએ વિદ્યાર્થીઓના દફ્તરોની ચકાસણી શરૂ કરી છે. શાળા સંચાલકોએ વિદ્યાર્થીઓને ભાઈચારાથી રહેવા, પરસ્પર સંબંધો સુધારવા તેમજ તીક્ષ્ણ વસ્તુઓ દફ્તરમાં ન લાવવા માટે સૂચનાઓ આપી છે. સુરક્ષા વધારવાના ભાગરૂપે શાળાઓમાં નિયમિત ચકાસણી કરવામાં આવશે.