નવરાત્રી નિમિત્તે આવારાતત્વોનો ત્રાસ ન વધે તે માટે શહેરના પ્રવેશદ્વારો તથા ચેકપોસ્ટ પર રાઉન્ડ ધ કલોક પોલીસ તૈનાત રહી બહારથી આવતા વાહનો પર ચાંપતી નજર રાખવામાં આવી રહી છે. ખાસ કરીને રાત્રિના સમયે વધારાની સતર્કતા અપનાવીને કેફી દ્રવ્યોનું સેવન કરનાર સામે કડક કાર્યવાહી હાથ ધરાશે.