જામનગર જિલ્લાના કાલાવડના પી ડબ્લ્યુ ડી સર્કલ પાસે ડિગ્રી વગર એક તબિત દવાખાનું ચલાવતો હોય તેવી હકીકતના આધારે એસ.ઓજી પોલીસે દરોડો પાડ્યો હતો, દરમિયાન બોગસ તબીબ સહિત બે શખ્સ પકડાયા હતા, પોલીસે મેડિકલ સારવારના સાધનો અને દવાઓ સહિત 38,644 નો મુદામાલ કબ્જે કરી કાર્યવાહી કરી