વર્ષોથી ડાર આધારિત પાણી વ્યવસ્થા ધરાવતા સાવરકુંડલામાં હવે શુદ્ધ પાણીની વ્યવસ્થા શરૂ થઈ છે. ધારાસભ્ય મહેશભાઈ કસવાલાના પ્રયાસોથી નવો ફિલ્ટર પ્લાન્ટ અને શેર દુમાલ ડેમથી 7.5 કિમી પાઇપલાઇન નાખવાનું કામ શરૂ થયું છે.આ પ્રકલ્પ પૂરું થતાં સાવરકુંડલાને આજીવન શુદ્ધ પાણી મળશે.સાવરકુંડલાના એક જાગૃત નાગરિકે ધારાસભ્યનો આભાર વ્યક્ત કરતો વિડીયો સોશિયલ મીડિયા પર ૧ કલાકે શેર કર્યો છે.