દ્વારકા પંથકની એક સગીરાનું ત્રણ વર્ષ પહેલાં અપહરણ કરી દુષ્કર્મ ગુજારવાના ગુન્હામાં સંડોવાયેલા આરોપીને અદાલતે ૨૦ વર્ષથી સખત કેદની સજા ફટકારી છે. દ્વારકા પંથકમાં એક ગામમાં રહેતા પરિવારની સગીર વયની પુત્રીને લગ્નની લાલચ આપી મૂળ અમરેલી જિલ્લાના બાબરા તાલુકાના નીલવડા ગામના ભરત કાંતિભાઈ બગડા નામના શખ્સે અપહરણ કર્યું હતું. આ શખ્સે તે સગીરા પર દુષ્કર્મ પણ ગુજાર્યું હતું.