બિહારમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સ્વર્ગસ્થ માતા પર કોંગ્રેસ દ્વારા અપમાનજનક ટીપણી કરવા બદલ હાલોલ શહેર તેમજ તાલુકા ભાજપા દ્વારા આજે સોમવારના રોજ ભારે વિરોધ પ્રદર્શન કરી રેલી યોજી હાલોલ પ્રાંત અધિકારિને આવેદન પત્ર આપવામાં આવ્યું હતુ આ વિરોધ પ્રદર્શનમાં હાલોલ શહેર ભાજપ પ્રમુખ હરિશભાઈ ભરવાડ સહિત પાલિકા પ્રમુખ નિશાબેન દેસાઈ,હાલોલ ભાજપામાંથી ડૉ.કલ્પનાબેન જોષીપુરા સહિત મોટી સંખ્યામાં હાલોલ શહેર તેમજ તાલુકા ભાજપા કાર્યકરો હાજર રહ્યા હતા