ભરૂચમાં ગણેશ વિસર્જનને લઇ તંત્ર દ્વારા સુવ્યવસ્થિત તૈયારીઓ કરવામાં આવી છે. ભરૂચ નગર સેવા સદન દ્વારા શહેરના ત્રણ સ્થળોએ કૃત્રિમ જળકુંડનું નિર્માણ કરાયું છે.જ્યારે 5 ફુટથી ઊંચી ગણેશજીની પ્રતિમાઓનું ભાડભુત ખાતે વિસર્જન કરવામાં આવ્યું હતું.આજે અનંત ચતુર્થીના દિવસે ભરૂચ શહેરના દુંદાળા દેવ ગણેશજી વિદાય લેતા વહેલી સવારથી જ ભક્તોએ ગણેશ પ્રતિમાઓ લઈને કુંડોમાં અને ભાડભૂત ખાતે મોટી પ્રતિમાઓનું વિસર્જન કરવામાં આવ્યું હતું.