પોરબંદરમાં સ્વસહાય જૂથોની બહેનોને રૂ.૧.૮૮ કરોડની રકમના ૮૨ સીસી લોનના ચેકોનું વિતરણ કરવામાં આવ્યું હતું. પોરબંદર, રાણાવાવ, તેમજ કુતિયાણા અને પોરબંદર તાલુકા કક્ષાના કેશ ક્રેડીટ કેમ્પ તાલુકા પંચાયત ખાતે યોજવામાં આવ્યા હતા.જેમાં સ્વસહાય જૂથોની બહેનોને રૂા.૧.૮૮ કરોડની રકમના ૮૨ સીસી લોનના ચેકોનું મહાનુભાવોના હસ્તે વિતરણ કરવામાં આવ્યું હતું.