વાંસદા ધરમપુર રોડ નજીક આવેલ ઇન્ડિયા-૧ ATMમાં ચોરી કરવાની કોશીશ કરનાર આરોપીને નવસારી લોકલ ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યો છે. તા.૨૨ ઓગસ્ટે દાખલ થયેલ અનડીટેકટ ગુનાની તપાસ માટે LCB ટીમે CCTV ફૂટેજ, હ્યુમન ઇન્ટેલીજન્સ અને ટેકનીકલ સોર્સની મદદથી આરોપીની ઓળખ સ્થાપિત કરી. બાદમાં મળી આવેલી ચોક્કસ બાતમી આધારે આરોપી અંકિત બચુભાઇ નાયકા પટેલને ચોરી માટેના સાધનો તથા મોટરસાયકલ સાથે દુવાડા ગામના પાટિયા નજીકથી ઝડપી પાડવામાં આવ્યો હતો.