તાપી જિલ્લાના ડોલવણ તાલુકામાં 6 ઈંચ થી વધુ વરસાદ નોંધાયો,જિલ્લાના દરેક તાલુકામાં મેઘમહેર.તાપી જિલ્લાના ડિઝાસ્ટર વિભાગ પાસેથી ગુરુવારના રોજ સવારે 8 કલાકે મળેલ આંકડા મુજબ જિલ્લામાં છેલ્લા 24 કલાક દરમ્યાન મેઘરાજા મહેરબાન થતા સાર્વતિક વરસાદ નોંધાયો હતો.જેમાં ડોલવણ તાલુકામાં 6 ઇંચ થી વધુ વરસાદ જ્યારે વ્યારા તાલુકામાં 5 ઈંચ જેટલો વરસાદ ખાબકતા ખેડૂતોમાં ખુશી જોવા મળી હતી.