વાવ તાલુકાના ભાટવર ગામમાં ભારે વરસાદને કારણે પાણી ભરાઈ જવાથી ગામનો એક ભાગ અંદાજિત 8 થી 10 ફૂટ ઊંડા પાણી હેઠળ આવી ગયો હતો. આ પરિસ્થિતિમાં 69 નાગરિકો પાણીમાં ફસાઈ ગયા હતા.ઘટનાની જાણ થતા જ કલેકટરશ્રી મિહિર પટેલના માર્ગદર્શન હેઠળ પ્રાંત અધિકારીશ્રી થરાદ તથા SDRFની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. તાત્કાલિક સંકલન અને સંયુક્ત ઓપરેશન દ્વારા તમામ 69 નાગરિકોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં સફળતા મળી હતી. આ સફળ રેસ્ક્યુ ઓપરેશનને કારણે કોઈ જાનહાનિ થઈ નથી