ભાવનગરમાં દેવરાજ નગર વિસ્તારમાં તસ્કરોએ ત્રણ મકાનને નિશાન બનાવ્યા.ભાવનગરના દેવરાજનગર વિસ્તારમાં ચોરોએ ત્રણ ઘરોને નિશાન બનાવ્યા. જેમાં શતિષભાઈ ભટ્ટના ઘરેથી આશરે ₹1 થી ₹1.5 લાખના રોકડ તથા સોના-ચાંદીના દાગીના ચોરાયા, જ્યારે હરેશભાઈ પાઠકના ઘરેથી ₹5,000 રોકડ અને દાગીના ચોરાયા. જ્યારે અભયભાઈ આસ્તિકનું ખાલી હોવાને કારણે ચોરીનો પ્રયાસ નિષ્ફળ રહ્યો. ઘટના અંગે ભરતનગર પોલીસને જાણ થતા પોલીસે તપાસ શરૂ કરી છે.