ભાવનગર શહેરના કુંભારવાડા વિસ્તારમાં એજાજભાઈ મિર્ઝા નામના વ્યક્તિ મહાનગરપાલિકા માં સ્ટ્રીટ લાઇટ વિભાગમાં કોન્ટ્રાક્ટ બેઝ ઉપર કામ કરતા કરે છે અને આજે શેરી નંબર ચાર કુંભારવાડા અમર સોસાયટીમાં સ્ટ્રીટ લાઈટ બદલતી વખતે ઇલેક્ટ્રિક શોક લાગવાથી તેઓ થાંભલે થી નીચે પડ્યા હતા, જેને ઈજા થતા સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા.