વ્યારા શહેરના વોર્ડ નંબર એક સહિતના અલગ અલગ બુથોમાં ભાજપનો કાર્યક્રમ યોજાયો.તાપી જિલ્લાના અલગ અલગ વોર્ડમાં આવેલ બુથોમાં ગુરુવારના રોજ 12 કલાકની આસપાસ ભાજપના મુખ્ય સંસ્થાપક સ્વ પંડિત દીનદયાળ ઉપાધ્યાયજી ની જન્મજયંતિ નિમિતે વિવિધ કાર્યક્રમ યોજી પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી.જેમાં જિલ્લા પ્રમુખ સહિતના અગ્રણીઓ હાજર રહ્યા હતા.