દ્વારકા તાલુકાના કુરંગા ગામે આવેલી કૈલાશનાથ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રા.લિ. પવનચક્કી કંપનીના ૩૩ કેવી લાઈનના પોલ પરથી તસ્કરોએ ગત 8 સપ્ટેમ્બરથી 18 સપ્ટેમ્બર વચ્ચે એલ્યુમિનિયમના વાયર ચોરી કરી લીધા હોવાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. આશરે રૂ. 9,53,750 ની કિંમતના 2800 મીટર (2725 કિલો) વાયરની ચોરી બાદ ભાટીયા ગામના દેવેન્દ્રસિંહ ભવાનસિંહ જાડેજાની ફરિયાદ પરથી દ્વારકા પોલીસે અજાણ્યા ચોરો સામે ગુનો નોંધ્યો છે