ભાવનગર યુનિવર્સિટીના ફૂટબોલ ગ્રાઉન્ડ ખાતે ભાવનગર ડિસ્ટ્રીક ફૂટબોલ એસોસીએશન દ્વારા યોજાયેલી 30મી સીનીયર વુમન્સ નેશનલ ફૂટબોલ ચેમ્પિયનશીપ – રાજમાતા જીજાબાઈ ટ્રોફી 2025-26માં પૂર્વ કેબિનેટ મંત્રી તથા ભાવનગર પશ્ચિમના ધારાસભ્ય જીતુભાઈ વાઘાણી ઉપસ્થિત રહ્યા હતા.તેમણે પ્રતિભાશાળી ખેલાડીઓનું ઉત્સાહવર્ધન કરી જણાવ્યું કે આ ચેમ્પિયનશીપ માત્ર રમતનું મંચ નહીં પરંતુ મહિલા શક્તિના સશક્તિકરણનું પ્રતીક છે.