જુનાગઢમાં પ્રદુષણ નિયંત્રણ બોર્ડ ની કામગીરી પોલીસે કરી છે.જીઆઈડીસી - ૨ માં લોલ નદીમાં પ્રદુષણ ફેલાવવા બદલ ક્રાઈમ બ્રાન્ચની કાર્યવાહી સામે આવી છે.ક્રાઈમ બ્રાન્ચને પેટ્રોલિંગ દરમિયાન લોલ નદીનું પાણી બ્લુ કલર નું જોવા મળતાં તપાસ હાથ ધરવામાં આવી હતી.શ્રી રામ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા પ્લાસ્ટીક વેસ્ટનુ કેમીકલ યુક્ત પાણી સીધું જ નદીમાં છોડવામાં આવતું હતુંક્રાઇમ બ્રાન્ચે પ્રદુષણ નિયંત્રણ બોર્ડ ને જાણ કરી પાણીના નમૂના લઈ આગળની કાર્યવાહી હાથ ધરી છે.