અંક્લેશ્વરના ભડકોદરા ગામના વચનામૃત હોમ્સ ખાતે રહેતાં અલ્કેશ હરેમુરારી ગુપ્તા ડુંગરી ખાતે આવેલાં એપ્કોટેક્સ કંપનીમાં સિક્યુરિટી આસિસ્ટન મેનેજર તરીકે ફરજ બજાવે છે. તેમની કંપનીમા આવેલાં 66 કેવી પાવર સ્ટેશન પાસે મુકેલાં કેબલોમાંથી કુલ 2.24 લાખથી વધુની મત્તાના કેબલોની ચારી થઇ હતી.જે અંગે તેમને જાણ થતાં તેઓએ તપાસ કરાવતાં તેમના ઇન્સ્ટ્રુમેન્ટ મેનેજર હર્ષલ ઠાકોરે જણાવ્યું હતું કે, તેઓએ 3 સપ્ટેમ્બરે સાંજે સાડાપાંચેક વાગ્યે કેબલ યાર્ડમાં ગયાં હતાં.