ઘણા લાંબા સમયથી યુનિવર્સિટીમાં બોર્ડ ઓફ મેનેજમેન્ટના સભ્યો અને એજ્યુકેશન કાઉન્સિલરના સભ્ય દ્વારા મિલી ભગત કરીને વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે છેડા કરવામાં આવ્યા હોવાના NSUI દ્વારા આક્ષેપ કરાયા હતા. તેથી ભાવનગર યુવક કોંગ્રેસ અને ભાવનગર શહેર NSUI દ્વારા આવેદન રજૂ કરવામાં આવી હતી. જોકે સૂત્રોચાર કરી વિરોધ પ્રદર્શન કરી રહેલા NSUI આગેવાનો અને કાર્યકર્તાઓની પોલીસ દ્વારા અટકાયત કરી પોલીસ મથક ખાતે લઇ જવામાં આવ્યા હતા.