કાંકરેજ તાલુકાના વેપારી મથક થરા ખાતેથી પસાર થતાં નેશનલ હાઇવે ના સર્વિસ રોડની બંને બાજુએ મોટા ખાડાઓ પડી જતા અકસ્માતો સર્જાય છે અને અનેકવાર વાહનો પલટી પણ મારે છે જોકે નેશનલ હાઈવે ઓથોરિટીને અનેકવારની રજૂઆતો કરવા છતાં પણ કોઈ કામગીરી કરવામાંના આવતા આજે શનિવારે ચાર કલાકે કાંકરેજના ધારાસભ્ય અમૃતજી ઠાકોરે જણાવ્યું હતું કે સર્વિસ રોડના સમારકામને લઈ અને આજે મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે