ગોધરા પાલિકા કચેરી પાસે બનેલી નવી પાણીની ટાંકી લોકાર્પણ પહેલા જ લીક થતાં ખળભળાટ મચ્યો છે. આશરે પાંચ વર્ષમાં બનેલી આ ટાંકીમાં ટેસ્ટિંગ દરમ્યાન અચાનક મોટી માત્રામાં પાણી ગળવા લાગતાં સ્થાનિકોમાં ભયનું વાતાવરણ સર્જાયું. સભ્યોએ કોન્ટ્રાક્ટરના કામની ગુણવત્તા અંગે સવાલો ઊભા કર્યા અને સામગ્રીની તપાસની માંગ કરી. રહેવાસીઓએ પણ સુરક્ષા પગલાં ભરવા તથા પાણી પુરવઠા પર અસર ન પડે તે માટે તાત્કાલિક કાર્યવાહી કરવાની અપીલ કરી છે.