ચોટીલા તાલુકાના નાના કંથારીયા ગામે રહેતા પરબતભાઈ દાનાભાઈ રાણેસરા મોટરસાઈક્લ લઈને જતા હતા. ખાખરાવાળી સીમ પાસે પહોંચતા રસ્તા પર બાવકુભાઈ સોમાભાઈ પરાલીયા ઊભો હતો. તે રસ્તા વચ્ચે આવી પાઈપથી પરબતભાઈને મારમાર્યો હતો.પરબતભાઈ 4 મહિના પહેલા બાવકુભાઈ વાપરવા માટે પૈસા માંગતા હોય તે સંબંધી થતા હોય તેથી પૈસા ઉછીના આપતા હતા. તે પૈસા આપવાના બંધ કરતાં તેનું મન દુ:ખ રાખી પરબતભાઈને માર મારતા તેને નાની મોલડી પોલીસ સ્ટેશન ખાતે બાવકુભાઈ પરાલીયા વિરુદ્ધ ફરિયાદ નોધી