સુરતમાં ટ્રક ચાલકો હવે બેફામ બની ટ્રક હંકાળતા હોય તેવું લાગી રહ્યું છે જ્યાં ડીંડોલી વિસ્તારમાં આજરોજ બાઈક પર પસાર થઈ રહેલા એક યુવાનને ટ્રકના ચાલકે અડફેટે લીધા હતા જોકે બાઈક ચાલકનું ઘટના સ્થળે કમકમાથી મોત નીપજતા ટ્રક ચાલકતાથી તરત મૂકી ફરાર થઈ ગયો હતો. જોકે ઘટનાની જાણ પોલીસને થતા પોલીસે ઘટના સ્થળે આવી ટ્રક ચાલકની સામે ગુનો નોંધીને તપાસ શરૂ કરી હતી.