કોલેજિયન યુવતીના ગળા ઉપર છરી ફેરવી કરપીણ હત્યાના ચકચારી પ્રકરણમાં આરોપી મોહિત મૂળજી સિદ્ધપુરાના પાંચ દિવસના રિમાન્ડ મંજૂર થયા છે. બે દિવસ પૂર્વે સંસ્કાર કોલેજમાં અભ્યાસ કરતી યુવતી સાક્ષી ખાનિયા (ભાનુશાલી) ઉપર આરોપી મોહિતે હિચકારો છરીથી ગળા ઉપર હુમલો કરતાં સારવાર દરમ્યાન સાક્ષીનું મોત નીપજ્યું છે. આ ઘૃણાસ્પદ બનાવમાં દબોચાયેલા આરોપી મોહિતને આજે એ-ડિવિઝન પોલીસે પાંચ દિવસના રિમાન્ડની માંગ સાથે ભુજની ચીફ કોર્ટમાં રજૂ કરતાં કોર્ટે પાંચ દિવસના રિમાન્ડ મ