ગોધરા તાલુકાના ટીંબાગામ પાસે કુણ નદીમાંથી 30 થી 35 વર્ષની ઉંમરના અજાણ્યા યુવાનનો મૃતદેહ મળતા હડકંપ મચ્યો હતો. ઘટના અંગે થાણાવાળા ફળિયામાં રહેતા નમનભાઈ બારીયાએ કાંકણપુર પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. 11 સપ્ટેમ્બરના રોજ સવારે મૃતદેહ મળતાં જ ગ્રામજનો ભેગા થઈ ગયા હતા. સ્થાનિક તરવૈયાઓએ મૃતદેહ બહાર કાઢી પોસ્ટમોર્ટમ માટે મોકલ્યો હતો. હાલમાં કાંકણપુર પોલીસે અકસ્માતે મોતનો કેસ દાખલ કરી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે અને અજાણ્યા યુવાનની ઓળખ માટે તપાસ હાથ ધરી