ગાંધીનગરના સેકટર 15 LDRO કોલેજ ખાતે યુવા ગીતા ચિંતન બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. કડી સર્વ વિદ્યાલયના ચેરમેન વલ્લભ પટેલે જણાવ્યું કે અમે ગીતા માટે 105 વર્ષથી નવા યુવાઓને જ્ઞાન આપીએ છીએ. આજ ના સમયમાં પણ અમારી પાસે 52 હજારથી વધુ વિદ્યાર્થી ગીતાનું જ્ઞાન લઈ રહ્યા છે. અનેક જગ્યા અમારી સંસ્થાઓ યુવા ગીતાનું અભ્યાસ આપી રહી છે. વિશ્વાસ છે કે આવનારા સમયમાં ખૂબ ગીતા પ્રત્યે લોકો વધુ જાગૃતિ લાવશે.